વાલા આ તો વાલપ નું છે વહાણ ,
એને પાર તું ઉતાર ,(૨)
મારી આંખે ઉજાગરા , દી ને રાત ,
ક્યાં રમી આવ્યા કાન રાતલડી ,
વ્હાલા થોડો હરખ તો દેખાડ ,
બળેલા ને નાં તું બાળ ,
મારી આંખે ઉજાગરા , દી ને રાત ,
ક્યાં રમી આવ્યા કાન રાતલડી ,
હે એવી ઉચી નારી ઉજળી ,
અને વળી જળ ભરવાને જાય ,
હે એને કાંટો વાગ્યો જોને પ્રેમ તણો ,
પછી એતો ઉભી જોલા ખાય ,
મારી આંખે ઉજાગરા , દી ને રાત ,
ક્યાં રમી આવ્યા કાન રાતલડી ,
હે ના ઓઢયું પંચરંગી અમે લૂગડુ ,
અમારો વ્હાલો વળ્યા ની છે વાટ ,
હે મારા કાન્હા તારા વિરહ માં ,
હે મારે ભવે ભવ નો હોગ,
હે મારી આંખે ઉજાગરા , દી ને રાત ,
ક્યાં રમી આવ્યા કાન રાતલડી ,
હે દેવળ માયલો તું દેવ છો ,
અમને વન માં વેગળા મૂકી કેમ જાય ,
હે તારે ને મારે જૂની પ્રીતડી ,
હે મારે બીજો ક્યાં છે સંગાથ ,
હે મારી આંખે ઉજાગરા , દી ને રાત ,
ક્યાં રમી આવ્યા કાન રાતલડી ,
હે તારી હેતે હવેલીયું ઝગમગતી ,
અને મોટો છે તારો ગોમતી નો ઘાટ ,
છે પરદેશી હારે તારે પ્રીતડી ,
એ તો પલ માં તૂટી જાય ,
મારી આંખે ઉજાગરા , દી ને રાત ,
ક્યાં રમી આવ્યા કાન રાતલડી ,
હે હૈયા કેરી હાટ માં ,
અને પછી મળ્યો વહાલા નો સાથ ,
હે ગોપી બની ઘેલી થઇ ,
પછી મારા વ્હાલે રમાડ્યા રાસ ,
મારી આંખે ઉજાગરા , દી ને રાત ,
ક્યાં રમી આવ્યા કાન રાતલડી ,