Narayan Swami GujaratiPrachin Gujarati Bhajan શાને કરે છે વિલાપ | Shane Kare Chhe Vilap Kaya Rani Lyrics July 10, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 શાને કરે છે વિલાપ કાયારાણી શાને કરે છે વિલાપ રે તારે ને મારે હવે કાંઈ નથી , તારે ને મારે હવે કાંઈ નથી કાયારાણી રે એમ જીવરાજા કહે છે જી … ઘણા દિવસ નો ઘરવાસ આપણે ઘણા દિવસ નો ઘરવાસ રે મુકી ન જાવ મને એકલી મુકી ન જાવ મને એકલી જીવરાજા રે એમ કાયારાણી કહે છે જી … મમતા મુકી દે માયલી હવે અંતર થી છોડી દે આશ રે રજા નથી મારા રામ ની મને રજા નથી મારા રામ ની કાયારાણી રે એમ જીવરાજા કહે છે જી … અઘોર વનળા ની માય જીવરાજા અઘોર વન ની માય રે મુકી ન જાવ મને એકલી તમે મુકી ન જાવ મને એકલી જીવરાજા રે એમ કાયારાણી કહે છે જી … શાને કરો છો વિલાપ કાયારાણી શાને કરો છો હવે વિલાપ રે ઓચિંતાના આવ્યા મુકામ ઓચિંતા ના મુકામ આવ્યા કાયારાણી રે એમ જીવરાજા કહે છે જી … કયારે થશે હવે મીલાપ જીવરાજા આપણોં કયારે થશે મીલાપ રે વચન દઈ ને સીધાવજો તમે વચન દઈ ને સીધાવજો જીવરાજા રે એમ કાયારાણી કહે છે જી … હતી ભાડૂતી વેલ કાયારાણી હતી ભાડૂતી વેલ રે આતો લેણ દેણ ના સબંધ છે આતો લેણ દેણ ના સબંધ છે કાયારાણી રે એમ જીવરાજા કહે છે જી … દુર નથી મુકામ આપણો હવે દૂર નથી મુકામ રે મને આટલે પહોચાડી ને સીધાવજો આટલે પહોચાડી ને સીધાવજો જીવરાજા રે એમ કાયારાણી કહે છે જી … હવે છેલ્લા રામ રામ કાયારાણી હવે છેલ્લા રામ રામ રે જાવુ ધણી ના દરબારમાં હવે જાવુ ધણી ના દરબારમાં કાયારાણી રે એમ જીવરાજા કહે છે જી … પુરૂષોત્તમ ના સ્વામી શામળા ભક્તો તણા રખવાળ રે સાચા સગા છે એ સર્વ ના સાચા સગા છે એ સર્વ ના કાયારાણી રે એમ જીવરાજા કહે છે જી … Shane Kare Chhe Vilap Kaya Rani Lyrics Narayan Swami Na Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: