Gujarati BhajanKrishn Bhajan GujaratiMirabai Gujarati Bhajan કાનુડો શુ જાણે મારી પ્રીત | Kanudo Shu Jane Mari Prit Lyrics August 21, 2019 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 કાનુડો શુ જાણે મારી પ્રીત , બાઈ અમે બાળ કુંવારા રે , કાનુડો શુ જાણે મારી પ્રીત , જળ રે જમનાના અમે ભરવાને ગયા તા વાલા, કાનુડે ઉડાડ્યા આછા નીર ઉડ્યા ફ ર ર ર ર રે, કાનુડો શુ જાણે મારી પ્રીત , વૃંદા રે વનમાં વ્હાલે રાસ રચ્યો ને, સોળસે ગોપીના તાણ્યાં ચીર,ફાટ્યા સ ર ર ર રે, કાનુડો શુ જાણે મારી પ્રીત , જમુનાને કાંઠે વ્હાલો ગોધણ ચારે રે, વાંસળી વગાડી ભાગ્યા ઢોર, ભાગ્યા હર ર ર ર રે, કાનુડો શુ જાણે મારી પ્રીત , હું વૈરાગી કાના તમારા નામની રે, કાનુડે માર્યા છે અમને તીર, વાગ્યા અર ર ર ર રે, કાનુડો શુ જાણે મારી પ્રીત , બાઈ મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ, કાનુડે બાળીને કીધા ખાક,રાખ ઉડી ખર ર ર ર રે, કાનુડો શુ જાણે મારી પ્રીત , Kanudo Shu Jane Mari Prit Lyrics Mirabai Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: