સાયબો મારો ગુલાબ નો છોડ | Saybo Maro Gulab No Chhod Lyrics

0
15
ક્યારે પુરા થશે મનના કોડ ?
કે સાયબો મારો ગુલાબ નો છોડ ,
ઢળતો દેખાય છે સુરજ આકાશ માં ,
ઘેલો થઈ ખેલે છે , ફૂલોની બાગ માં ,
ભમરાની જેમ તો એ ,માની જો જાય તો ,
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં ,
હે મારા જોબનનું ઉગ્યું છે પરોઢ ,
હે સાયબો મારો ગુલાબ નો છોડ ,
કલકલતા જરણામાં નદીયું છલકાય છે ,
નદીયુંના વહેલમાં સાગર છલકાય છે ,
ચાંદાને જોઈ સાગર ઝૂલે છે ગેલમાં ,
ધરતીનો છેડો જઈ આભમાં લહેરાઈ છે ,
હે , નદીને સાગર થવાના જગ્યા કોડ ,
હે , સાયબો મારો ગુલાબનો છોડ ,
આંખોની વાત હવે હોઠો પર લાવીએ ,
ફૂલોની પાસ જઈ કોરા થઈ આવીએ ,
રોપોની આસપાસ મહેંદીના છોડ ને ,
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ ,
હે, હવે હમણાં તો હાથ મારો છોડ ,
હે , સાયબો મારો ગુલાબનો છોડ ,
Saybo Maro Gulab No Chhod Lyrics
Lagnageet Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here