હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ,
ત્યાં ત્યાં સહુનું સારું થાય ,
હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ,
ત્યાં ત્યાં સહુનું સારું થાય ,
હે મારી માતાની કોઈદી વાતના થાય ,
બંધ કિસ્મતના તાળા ખુલી જાય ,
હે મારી માતાની કોઈદી વાતના થાય ,
બંધ કિસ્મતના તાળા ખુલી જાય ,
મઢળે માંના દીવા થાય જીવનમાં અંજવાળા થાય ,
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ….
હે આશિષ માંના ખોળે જાય ,
અવળી બાજી હવળી થાય ,
માં ની રે મનમાં ચર્ચા થાય ,
પાણીમાં રસ્તા થઇ જાય ,
કદીયે વાળ એનો વાંકો ના થાય ,
મારી માતા જેને મળી જાય ,
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય …..