ચેત સમજ મન હરીનું ભજન કર ,
ભજન કરે સુખ થાય ,રામને શીદ ને ભૂલી જાય ,
સેવા ભક્તિ કળી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય ,
અનુરાગી થઇ વર્તે જગતમાં બંધન મુક્તિ થાય ,
અભિમાની અને અજ્ઞાને બાંધ્યા તેજ ફસાઈ ,
પ્રભુ સમર્પણ કર્મ કરે તો શુભ આનંદ અંગે ન માઈ ,
મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ શીદને તું ગભરાય ,
રામ ભરોસો રાખ હૃદયમાં સુખ દુખ આવે ને જાય ,
સેવા ભક્તિ પ્રેમ સહીત કર ત્યારે સત્ય જણાય ,
“દાસ સતાર” કહે કરજોડી સર્વ સ્થળે જગરાય ,
Chet Samaj Man Harinu Bhajan Kar
Das Satar Bhajan Lyrics
Related
error: Content is protected !!