કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ,
શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા ,
તું તો સોનાની નગરી વારો , દેવ મારો દ્વારિકા વારો ,
હે માધવ તારી મેળિયુ માં ,બોલે જીના મોર રણછોડ રંગીલા ,
ધજા બાવન ગજની ફરકે ,જોઈ હૈયું મારું હરખે ,
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા ,
મને વાલો અમારો ઠાકર એને ભાવે મીસરી સાકાર ,
સોના રૂપના ઢોલીયાને ,દીવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા ,
વાલો મધુરી મોરલી વગાડે ,રંગ રસિયો રાસ રમાડે ,
હે ઝરમર વરહે મેહુલીયા ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા ,
Ranchhod Rangeela Lyrics
Sonani Nagri Varo Dev Maro Dwarika Varo
Related
error: Content is protected !!